January 19, 2025

દિલ્હી-NCRમાં કાલથી ગ્રેપ-4 લાગૂ, સવારે 8થી લાગૂ થશે પ્રતિબંધ

દિલ્હીઃ રાજ્યમાં ટ્રકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કે, ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ અને એલએનજી, સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોને જ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેપ-4 હેઠળ દિલ્હીમાં પ્રદૂષિત ટ્રક અને વ્યવસાયિક ફોર-વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસના અન્ય રાજ્યોમાંથી ફક્ત CNG, ઇલેક્ટ્રિક, BS-6 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

વાયુ પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીના સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અત્યંત ગંભીર શ્રેણીમાં રહી શકે છે. AQI 450થી ઉપર હોવું ખૂબ જ ગંભીર માનવામાં આવે છે અને જ્યારે આવું થાય છે, ત્યારે GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવે છે. આમાં દિલ્હીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ છે, ફક્ત આવશ્યક સામાન સપ્લાય કરતા સીએનજી વાહનોને જ પ્રવેશની મંજૂરી છે. દિલ્હીમાં ડીઝલ લાઇટ અને ભારે માલસામાનના વાહનો પર પ્રતિબંધ છે.

આ પ્રતિબંધ રહેશેઃ
– દિલ્હી બહારથી આવતી તમામ ટ્રકોને પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
– દિલ્હીમાં નોંધાયેલા મધ્યમ અને ભારે ડીઝલથી ચાલતા માલસામાનના વાહનો પર પ્રતિબંધ. આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનોને છૂટ મળશે.
– NCT દિલ્હી અને NCRમાં ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર પ્રતિબંધ રહેશે. જો કે, ઇમર્જન્સી વાહનોને છૂટ આપવામાં આવી છે. આ શ્રેણીમાં માત્ર BS-6 વાહનો જ ચાલી શકે છે.
– એનસીઆરમાં ઉદ્યોગો પર પ્રતિબંધ. જ્યાં PNG ઈંધણની સુવિધા નથી અને સરકાર દ્વારા અધિકૃત યાદી બહારના ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં પ્રતિબંધ રહેશે. જો કે, દૂધ અને ડેરી ઉત્પાદનો અને તબીબી ઉપકરણો સંબંધિત ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવશે.
– બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ. આ સિવાય ફ્લાયઓવર, હાઈવે, બ્રિજ અને પાઈપલાઈન સહિત અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી શકે છે.
– NCR રાજ્ય સરકારો જાહેર, કોર્પોરેશન અને ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે ઘરેથી કામ કરવાની મંજૂરી આપી શકે છે.
– રાજ્ય સરકારો શાળા અને કોલેજો બંધ કરવાની સાથે બિન-ઇમરજન્સી વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ કરી શકે છે.
– રાજ્ય સરકાર ઓડ-ઈવન સ્કીમ લાગુ કરી શકે છે.
– ડીઝલ જનરેટર સેટ પર પ્રતિબંધ.

સ્ટાન્ડર્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સ
AQI 0-50 ‘સારા’ તરીકે, 51-100 ‘સંતોષકારક’ તરીકે, 101-200 ‘મધ્યમ’ તરીકે, 201-300 ‘ખૂબ જ ખરાબ’ તરીકે, 301-400 વચ્ચે છે 401-500 વચ્ચે ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.