June 30, 2024

Delhi Monsoon: દિલ્હીમાં આખું અઠવાડિયુ ધોધમાર વરસાદની IMDએ કરી આગાહી

Delhi Monsoon: દિલ્હીમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા દિલ્હીમાં આજે 28 જૂનના રોજ ચોમાસાએ પગલાં માંડી દીધા છે અને મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ થયો. હવામાન વિભાગે દિલ્હીમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હવામાન વિભાગે કહ્યું છે કે રાજધાનીમાં ચોમાસું સામાન્ય કરતાં બે દિવસ પહેલા પહોંચી ગયું છે.

રેકોર્ડ બ્રેક વરસાદ સાથે દિલ્હીમાં ચોમાસાનું આગમન
જણાવી દઈએ કે, દિલ્હીમાં સામાન્ય રીતે 30 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થતી હોય છે. તોફાની વરસાદની સાથે આ વખતે દિલ્હીમાં ચોમાસાની શરૂઆત થઈ છે. જૂન મહિનામાં સફદરજંગમાં 24 કલાકમાં અત્યારસુધીનો સૌથી વધુ વરસાદ 28 જૂન 1936ના રોજ 235.5 મિલિમિટર નોંધાઈ હતી. ત્યારેબાદ આજે 28 જૂન 2024ના રોજ સફદરજંગમાં રેકોર્ડ 228.1 મિમી વરસાદ નોંધાયો છે. IMDનું કહેવું છે કે અત્યાર સુધીનો આ બીજા ક્રમનો સૌથી મોટો આંકડો છે. જોકે. આ તો હજુ શરૂઆત છે. દિલ્હીએ હજુ વધુ આ પ્રકારના વધુ વરસાદ જોવા મળશે.

દિલ્હીમાં આખું અઠવાડિયુ થશે વરસાદ

દિલ્હીમાં આજે થયો ભારે વરસાદ
દિલ્હીમાં આજે હદપારનો ભારે વરસાદ થયો. એટલો વરસાદ થયો કે તેણે 88 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. સ્થિતિ એવી થઈ ગઈ છે કે રસ્તાઓ પર પાણી ભરાયા અને લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે. તો, મહોલ્લાઓ અને વસાહતો વરસાદમાં ડૂબતી જોવા મળી રહી છે. વહેલી સવારના વરસાદ બાદ દિલ્હી હાલમાં ટ્રાફિક જામનો સામનો કરી રહ્યું છે. લોકો પાણીમાં ફસાયા છે, જો કે દિલ્હીના લોકોએ વરસાદી વાદળોની લાંબા સમયથી રાહ જોઈ હતી, પરંતુ જે રીતે દિલ્હીમાં વાદળો વરસ્યા છે, લોકો કહી રહ્યા છે કે વાદળોએ હદ વટાવી દીધી છે.

3 દિવસ સતત થશે ભારે વરસાદ
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ, દિલ્હીમાં 30 જૂનથી 2 જુલાઈ સુધી ભારે વરસાદ થશે. એટલે કે એક દિવસના અંતરાલ (29 જૂન) બાદ, ફરીથી દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો ચાલુ રહેશે. આ દિવસોમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ત્યારબાદ, 3 અને 4 જુલાઈએ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે.