દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક, લોકસભા ઉમેદવારના નામ નક્કી થશે
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતા બપોરે અચાનક દિલ્હી જશે. દિલ્હીમાં ગુજરાતની કોર કમિટીની બેઠક યોજાશે. ત્યારે જેપી નડ્ડા અને અમિત શાહની હાજરીમાં બેઠક યોજાશે. આવતીકાલે સાંજે PM મોદીની અધ્યક્ષતામાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બંને બેઠકમાં હાજર રહેશે.
કોર કમિટીની બેઠક અને CECની બેઠકમાં હાજર રહેશે. ગુજરાતની બાકી 11 લોકસભા સીટ પર ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આ બેઠક યોજવામાં આવી છે. તેવી ચર્ચા ચારેકોર થઈ રહી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.
ગુજરાતમાંથી હાલ 15 સીટ પર નામ નક્કી
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યુ હતુ કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ગુજરાતના 10 જૂના જોગીને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે 5 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.