December 26, 2024

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે, ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી

Delhi CM Kejriwal Judicial Custody: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે. આ સાથે એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપી વિનોદ ચૌહાણ (Vinod Chauhan)ની કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બુધવારે બંનેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલે કોર્ટને જણાવ્યું કે વિનોદ ચૌહાણને BRS નેતા કવિતાના PA દ્વારા 25 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમને ગોવાની ચૂંટણી માટે અભિષેક બોઈનપલ્લી દ્વારા પૈસા મળ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ મહિનાના અંતમાં વિનોદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

કેજરીવાલે તિહારમાં આત્મસમર્પણ કર્યું
સુપ્રીમ કોર્ટે આપેલી તારીખ મુજબ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આત્મસમર્પણ કર્યું હતું. સીએમ કેજરીવાલે રાજઘાટ, હનુમાન મંદિર અને પાર્ટીના નેતાઓને મળ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું.