દિલ્હી કેપિટલ્સની ટીમ કેએલ રાહુલની ખુશીમાં જોડાઈ, વીડિયો થયો વાયરલ

Delhi Capitals KL Rahul: ક્રિકેટર કેએલ રાહુલના ઘરે દીકરીનો જન્મ થયો છે. ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ એક બાળકીને જન્મ આપ્યો છે. આ વિશે માહિતી દંપતીએ સોશિયલ મીડિયા થકી આપી હતી. રાહુલને ફક્ત પિતા બનવાની ખુશીની સાથે દિલ્હી કેપિટલ્સે પણ ખુશ કરી દીધો છે. રાહુલના પિતા બનવાની ઉજવણી કરવા માટે, દિલ્હી ટીમે એક વીડિયો બહાર પાડ્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
A BEAUTIFUL GESTURE BY DC FAMILY 💙
– Baby celebration by the Delhi players & coching staff for KL Rahul. pic.twitter.com/LldBU2ONWQ
— Johns. (@CricCrazyJohns) March 25, 2025
આ પણ વાંચો: GT vs PBKS Pitch Report: આજે અમદાવાદમાં રનનો ઢગલો થશે કે બોલરો તબાહી મચાવશે, જાણો લો પિચ રિપોર્ટ
દિલ્હી કેપિટલ્સનો વીડિયો આવ્યો સામે
દિલ્હી ટીમના બધા ખેલાડીઓ એકસાથે સમાન એક્ટિંગ કરી રહ્યા હતા. આ એક્ટિંગ બાળકને ખવડાવવા જેવી હતી. દિલ્હીની ટીમે આ વીડિયોમાં એક જોરદાર કેપ્શન પણ લખ્યું છે. તેમાં લખ્યું છે, ‘અમારો પરિવાર હવે મોટો થઈ ગયો છે, તેથી જ અમારો પરિવાર તેની ઉજવણી કરી રહ્યો છે.’રાહુલ હવે પિતા બની ગયો છે. જેના કારણે તે આગામી મેચમાં જોડાઈ શકે છે. દિલ્હી કેપિટલ્સે તેને 14 કરોડમાં ખરીદ્યો હતો.