December 21, 2024

દિલ્હીમાં BJP નેતાની ગાડી પર ફાયરિંગ, ગેંગસ્ટર ગોગી માનના નામથી ફેંકી ‘લાસ્ટ વોર્નિગ’ની ચિઠ્ઠી

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઉત્તમ નગર ગુરુદ્વારાની બહાર પાર્ક કરેલા વાહન પર અજાણ્યા બદમાશો દ્વારા ફાયરિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, બદમાશોએ ગેંગસ્ટર ગોગી માનના નામે એક ધમકીની નોટ પણ છોડી છે. સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, એક બદમાશ પીડિત બીજેપી શીખ નેતા રમનજોત સિંહની કાર પર ફાયરિંગ કર્યું અને ધમકીની ચિઠ્ઠી મૂકીને ભાગી ગયો.

પીડિતાએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેને એક આંતરરાષ્ટ્રીય નંબર પરથી ખાલિસ્તાનીઓના નામે ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેના વિશે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આ પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી કોઈ બુલેટના શેલ મળ્યા નથી અને પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે આ મામલામાં નિવેદન આપ્યું છે કે તેમને ફાયરિંગના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ પીડિત બીજેપી નેતાનું કહેવું છે કે ફાયરિંગ થયું હતું.

આ પણ વાંચો: ગોળી વાગ્યા પછી ગોવિંદાનું પહેલું નિવેદન આવ્યું સામે, કહ્યું – મહાકાલની કૃપા…

કોણ છે રમનજોત સિંહ મીતા?
રમનજોત સિંહ મીતા દિલ્હીની ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સૌથી યુવા સભ્ય છે અને તેઓ અન્ય 1500 શીખો સાથે 27 એપ્રિલ 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા. રમનજોત સિંહ મીતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ, પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસા અને દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.