February 23, 2025

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી શરૂ, આપ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર

Delhi Assembly Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજધાનીની તમામ 70 વિધાનસભા બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. દિલ્હીમાં 60.54 ટકા મતદાન થયું હતું, જે 2020 કરતા લગભગ 2.5 ટકા ઓછું છે. મતગણતરીના શરૂઆતમાં આપ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જોકે આપના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ અને CM આતિશી, અવધ ઓઝા પાછળ ચાલી રહ્યા છે.

સવારના 11:00 વાગ્યા સુધીની આંકડા

પાર્ટી આગળ જીત કુલ
આપ 29 0 29
ભાજપ 41 0 41
કોંગ્રેસ 0 0 0
અન્ય 0 0 0

પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને વર્તમાન CM આતિશી પાછળ
દિલ્હી ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. બાદમાં સવારે 8:30 વાગ્યે EVM ખોલવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ અને વર્તમાન CM આતિશી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે શરૂઆતમાં પાછળ ચાલી રહેલા મનીષ સિસોદિયાને હાલ લીડ મળી છે.

દિલ્હીમાં સુરક્ષા કડક
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની મતગણતરી આજે થઈ રહી છે, તેથી મતગણતરી દરમિયાન કેન્દ્રમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મીરાબાઈ ડીએસઈયુ મહારાણી બાગ કેમ્પસમાં મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.