દિલ્હીની હવામાં ઝેર, આજે પણ AQI 400ની નજીક

Delhi: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદુષણથી લોકોને રાહત મળી રહી હોય તેવું લાગતું નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના તાજેતરના ડેટા અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400 ની નજીક નોંધવામાં આવ્યો હતો. જે ‘વેરી બેડ’ કેટેગરીમાં આવે છે. આજે AQI દિલ્હીના અલીપુરમાં 362, આનંદ વિહારમાં 393, જહાંગીરપુરીમાં 384, મુંડકામાં 396, નરેલામાં 383, નેહરુ નગરમાં 362, પંજાબી બાગમાં 370, શાદીપુરમાં 398, રોહિણીમાં 381 અને વિવેહારમાં 53 નોંધાયો હતો. વાયુ પ્રદૂષણના કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થઈ રહી છે.
નેશનલ કેપિટલ રિજન (NCR), ફરીદાબાદમાં AQI 154 રેકોર્ડ કરવામાં આવ્યો, જે મધ્યમ શ્રેણીમાં છે, જ્યારે ગુરુગ્રામનો AQI 265, ગ્રેટર નોઈડામાં 227, ગાઝિયાબાદનો 260 અને નોઈડાનો AQI 191 હતો. શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI સારો માનવામાં આવે છે. 51 થી 100ની વચ્ચેનો AQI ‘સંતોષકારક’, 101 થી 200 ને ‘મધ્યમ’, 301 થી 400 ને ‘ખૂબ જ નબળો’, 401 થી 500 વચ્ચેનો AQIને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.
આ પણ વાંચો: BZ ગ્રુપ મામલે તપાસનો ધમધમાટ, CA રૂષિત મહેતાના ઘરે કરાઈ તપાસ