December 23, 2024

દિલ્હીવાસીઓને નહીં મળે રાહત, ખૂબ ખરાબ શ્રેણીમાં છે AQI

Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 363 નોંધાયો હતો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં માનવામાં આવે છે. આજે રવિવારે સવારે 7 વાગ્યે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI સ્તર 300 થી 400 ની વચ્ચે નોંધાયો છે. અલીપુરમાં 356 AQI, આનંદ વિહારમાં 351, આયા નગરમાં 343, ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં 348, દ્વારકા સેક્ટર 8માં 341, IGI એરપોર્ટમાં 326, ITOમાં 328 અને જહાંગીરપુરીમાં 370 AQI નોંધાયા હતા.

જ્યારે AQI દિલ્હી NCR શહેર ફરીદાબાદમાં 195, ગુરુગ્રામમાં 294, ગાઝિયાબાદમાં 294, ગ્રેટર નોઈડામાં 259 અને નોઈડામાં 229 પર રહે છે.

AQI 0-50 ‘સારું’ માનવામાં આવે છે.
51-100ને ‘સંતોષકારક’ ગણવામાં આવે છે.
101-200ને ‘મધ્યમ’ ગણવામાં આવે છે.
201-300ને ‘ખરાબ’ ગણવામાં આવે છે.
301-400 ‘ખૂબ ખરાબ’ છે.
401-500 વચ્ચેની ‘ગંભીર’ શ્રેણી.

હવામાન વિભાગે રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 32 અને 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણને રોકવા માટે દિલ્હી સરકારે શુક્રવારે શહેરના આનંદ વિહાર વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે ડ્રોનનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કર્યો. આનંદ વિહાર શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાંથી એક છે. આ દરમિયાન દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શહેરના સરેરાશ સ્તર કરતા વધારે છે. રાયે કહ્યું કે હાલમાં દિલ્હીમાં 200 થી વધુ ‘એન્ટી-સ્મોગ ગન’ તૈનાત છે જેના દ્વારા હવામાં ધૂળ ઓછી કરવા માટે રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મંત્રીએ કહ્યું કે જો પરીક્ષણ સફળ થાય છે. તો દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) વધુ ડ્રોન ખરીદવા પર વિચાર કરી શકે છે. રાયે કહ્યું, ‘જો અમને આજના ટેસ્ટમાંથી સારા પરિણામ મળશે તો અમે વધારાના ડ્રોન ખરીદવા માટે ઔપચારિક ટેન્ડર બહાર પાડીશું.’

આ પણ વાંચો: ‘જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો, મસ્જિદોની સામે હનુમાન ચાલીસા કરીશું’