December 19, 2024

કૈલાશ ગેહલોત આવતીકાલે થઈ શકે છે BJPમાં સામેલ, ગઈકાલે AAPમાંથી રાજીનામું આપ્યુ હતુ

નવી દિલ્હીઃ રવિવારના એક દિવસ પહેલા દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર કૈલાશ ગેહલોત મંગળવારે ભાજપમાં જોડાઈ શકે છે. રવિવારે ગેહલોતે અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારની કામગીરી પર તમામ પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેમણે કેજરીવાલ જ્યારે સીએમ હતા ત્યારે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા ખર્ચ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના રાજીનામા બાદથી જ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી.

કૈલાશ ગેહલોત પર પણ અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હીના કથિત શરાબ કૌભાંડ સાથે તેનું નામ જોડાય તેવી શક્યતા હતી. કારણ કે કૈલાશ ગેહલોત પણ તે કમિટીમાં હતા જેણે દિલ્હીની એક્સાઇઝ પોલિસીને મંજૂરી આપી હતી.