January 16, 2025

દેહરાદૂન જતી બસમાં સગીર પર ગેંગરેપ, ડ્રાઈવર-કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ

Minor Girl Gangrape in Delhi-Dehradun Bus: દિલ્હીથી ઉત્તરાખંડ જઈ રહેલી રોડવેઝની બસમાં કેટલાક લોકોએ સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીર પર એવી રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો કે તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. ઘટનાની જાણ થતા જ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ કરી છે. હાલમાં, પોલીસે સગીરની મેડિકલ તપાસ કરી છે અને રિપોર્ટની રાહ જોઈ રહી છે.

મળતી માહિતી મુજબ પીડિતા યુપીના મુરાદાબાદની રહેવાસી છે. ઘટના બાદથી સગીરની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી છે. અહેવાલો અનુસાર, યુવતી 12 ઓગસ્ટે દિલ્હીના ISBTથી ઉત્તરાખંડ રોડવેઝ થઈને દેહરાદૂન પહોંચી હતી. બળાત્કારનો મામલો મધરાત બાદ સામે આવ્યો હતો.

ઘટના અંગે દેહરાદૂન એસએસપીએ કહ્યું કે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બળાત્કારના આરોપમાં બસ ડ્રાઈવર સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.