January 16, 2025

માથમાં ટાલ કેમ પડે છે?

Hair Fall: આજના સમયમાં મોટા ભાગના લોકોને વાળ સંબંધિત સમસ્યા તો હોય જ છે. કોઈને વાળ ખરવાની સમસ્યા છે તો કોઈ ટાલનો શિકાર બની રહ્યા છે. માથામાં ટાલ પડવાના ઘણા કારણો હોય શકે છે. કોઈ લોકોને વાળ સફેદ અથવા વાળ રફ હોવાની સમસ્યા થઈ રહી છે. પરંતુ શું તમને ખબર છે કે આવું કેમ થઈ રહ્યું કે? કયા તત્વની ઉણપથી વાળ ખરવા લાગે છે? આવો જાણીએ.

વાળ ખરવાની સમસ્યા
ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. જો તમે સારો આહાર લેતા નથી તો તમને વાળને લગતી કોઈ પણ સમસ્યા થઈ શકે છે. આજે અમે તે તત્વ વિશે માહિતી આપીશું કે જેની ઉણપના કારણે તમારી આ સમસ્યાનું મુળ કારણ છે. ઝિંકની ઉણપને કારણે તમારા વાળ ઝડપથી ખરવા લાગે છે. જો તેનું ધ્યાન રાખવામાં ના આવે તો તમને પણ ટાલ પડી શકે છે.

આ પણ વાંચો: મગદાળનો હલવો બનાવવાની આ રહી મસ્ત રેસીપી, મોઢામાં નાખ્યા ભેગું તો કણી કણી

ઉણપને દૂર કરવા શું કરવું?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઝિંકની ઉણપને કારણે વાળના ફોલિકલ્સ નબળા પડી જાય છે. જેના કારણે વાળ પાતળા અને નબળા બની જાય છે. તમારા શરીરમાં ઝિંકની ઉણપ છે અને તમે તેને અટકાવવા માંગો છો તો તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો પડશે. જેના કારણે તમારે આહારમાં બદામ, માછલી અને માંસનું સેવન કરવાનું રહેશે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે શરીરમાં ઝિંકની ઉણપને પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. જેના કારણે વાળને ભારે નુકસાન થઈ શકે છે. આ સાથે જો ઝિંકની ઉણપને લાંબા સમય સુધી દૂર કરવામાં ન આવે તો તમારા એકંદર સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે.