December 25, 2024

રક્ષામંત્રી રાજનાથ સિંહની તબિયત બગડી, AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ

Rajnath Singh Health Update: રક્ષા મંત્રી રાજનાથ સિંહ AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીઠના દુખાવાની ફરિયાદ બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સારી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 10 જુલાઈ 2024 ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો. દેશના તમામ નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. AIIMSએ રક્ષા મંત્રીના સ્વાસ્થ્યને લઈને સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કર્યું નથી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહના જન્મદિવસ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને તેમને કેબિનેટના મૂલ્યવાન સાથી ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “એક નેતા જે તેની બુદ્ધિમત્તા માટે વ્યાપકપણે સન્માનિત છે. તેમણે સખત પરિશ્રમ અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે જાહેર જીવનમાં પ્રગતિ કરી છે. તેઓ ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની આગેવાની લઈ રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.”