December 6, 2024

Deesa: રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત

ડીસા: રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. અવારનવાર ઢોરના ત્રાસથી અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ડીસામાં રખડતાં ઢોરના ત્રાસથી જનતા ત્રાહીમામ છે. ભોયણ ઓવર બ્રિજના છેડે આખલા સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે પાલનપુરથી સાંચોર તરફ કારમાં જતા આ અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર ડીસાના ભોયણ ઓવર બ્રિજના છેડે આખલા સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે પાલનપુરથી સાંચોર તરફ કારમાં જતા આ અકસ્માત સર્જાયો છે. જેમા કારમાં સવાર 5 લોકોને ઈજા પહોંચી હતી. તેમજ પાંચ વર્ષના બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવસારી શહેરમાં ઢોરના આતંકની ઘટના સામે આવી છે. શહેરના જુનાથાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા હતા અને જેને લઇને રખડતા ઢોરે વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. આ સિવાય રસ્તાની સાઇડ પર પાર્ક કરેલા બાઇક અને કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. રખડતા ઢોર રસ્તા વચ્ચે બાખડતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી. જોકે ઢોરને પાંજરે પુરવાની શહેરીજનોમાં માગ ઉઠી હતી. રખડતા ઢોરે આધેડ દંપતીને પણ અડફેટે લઈ તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. અન્ય રાહદારીઓએ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.