ડીસા બ્લાસ્ટ કેસમાં મૃતદેહ પરિવારજનોને સોંપાયા, મધ્ય પ્રદેશના મંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

બનાસકાંઠાઃ ડીસા જીઆઈડીસીમાં દારૂખાનાની ફેક્ટરીના ગોડાઉનમાં બ્લાસ્ટમાં 17 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારના મંત્રી નાગરસિંહ ચૌહાણ ડીસા પહોંચ્યા છે. આ સાથે ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની હાજરીમાં મૃતદેહની ઓળખ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હાલ મૃતદેહને લઈને એમ્બ્યુલન્સ મધ્ય પ્રદેશ જવા રવાના થઈ ગઈ છે.

મોડી રાતે બે આરોપીની ધરપકડ
ડીસા બ્લાસ્ટ મામલે હાલ પિતા-પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેની મોડી રાતે સાબરકાંઠાના ઇડરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે તેમને ડીસા લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબીએ પુત્ર દિલીપ સિંધી અને પિતા ખૂબચંદ સિંધીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ ડીસાની ફડાકડા ફેક્ટરી બ્લાસ્ટનો મુખ્ય આરોપી સાબરકાંઠાથી ઝડપાયો

આરોપીની હિંમતનગરમાં પણ ફટાકડાની ફેક્ટરી
ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં પણ દિપક સિંધીની ફટાકડાની ફેક્ટરી હતી. પોલીસે લોકેશન અને પરિવારના બે સભ્યોને સાથે રાખ્યા હતા. ત્યારબાદ બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓને ડીસા લઈ જવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
ડીસાની જીઆઇડીસીમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 17 જેટલાં મજૂરોનાં મોત નથા છે. જ્યારે અનેક લોકો હજુ ગાયબ હોવાની આશંકા છે. આ મામલે તંત્ર સહિત પોલીસ તપાસ કામગીરીમાં જોડાઈ છે.