November 23, 2024

દીપ્તિ શર્માનું જોરદાર પ્રદર્શન, ટીમને અપાવી ટ્રોફી

Deepti Sharma: આ વખતે ઈંગ્લેન્ડમાં રમાયેલા ધ હન્ડ્રેડના મહિલા ફોર્મેટમાં લંડન સ્પિરિટ ટીમે ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ ટીમમાં ભારતીય મહિલા ટીમની સ્ટાર ખેલાડી દીપ્તિ શર્મા પણ ટીમનો ભાગ છે. ફાઈનલ મેચમાં પોતાની ટીમની જીત માટે તેણે મહત્વનું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે આ સિઝન માટે તેમની ટીમમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સામેલ કરાઈ હતી. ગ્રેસ હેરિસ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં દીપ્તિ શર્માને રિપ્લેસમેન્ટ કરવામાં આવી હતી. ફાઈનલ મેચમાં લંડન સ્પિરિટ ટીમને વેલ્સ ફાયર સામે 3 બોલમાં જીતવા માટે ચાર રનની જરૂર હતી. આ સમયે દીપ્તિએ સિક્સર ફટકારી હતી અને ટીમને જીત અપાવી હતી.

બેટથી શાનદાર પ્રદર્શન
દીપ્તિ શર્માને ધ હન્ડ્રેડ વુમનની આ સિઝનમાં 8માંથી 6 મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી. દીપ્તિએ કુલ 18 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. દીપ્તિએ 46 રનની પોતાની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રમી જેમાં તે પણ અણનમ રહીને પેવેલિયન પરત ફરી હતી. દીપ્તિના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેણે 22.15ની એવરેજથી કુલ 8 વિકેટ લીધી હતી. જેમાં તેનો ઈકોનોમી રેટ માત્ર 6.94 હતો.

આ પણ વાંચો: UP T20 League 2024નું આ રહ્યું સંપૂર્ણ શેડ્યૂલ

વિનરની ભૂમિકા ભજવી
વેલ્સ ફાયર સામેની ફાઈનલ મેચમાં લંડન સ્પિરિટ વિમેન્સ ટીમે પ્રથમ બોલિંગ કરી હતી. ટાઈટલ મેચમાં દીપ્તિ શર્માએ તેના 20 બોલમાં માત્ર 23 રન આપ્યા અને એક મહત્વની વિકેટ પણ લીધી હતી. ભારતીય મહિલા ટીમ પણ આગામી મહિલા T20 વર્લ્ડ કપ 2024માં દીપ્તિ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે.