May 17, 2024

આર્થિક સંકટની વચ્ચે દીપક મેહરોત્રા બનશે Byjuના નવા CEO

Aakash Educational Services: એડટેક કંપની બાયજૂના માલિકના હકવાળી કોચિંગ કંપની આકાશની લીડરશિપમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. પિયરસન ઈન્ડિયાના પૂર્વ એમડી દીપક મેહરોત્રા આકાશ એજ્યુકેશનલ સર્વિસઝના સીઈઓ બનવાના છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, કોચિંગ કંપની પ્રમોટર આકાશ ચૌધરીને સીઈઓની જવાબદારી નહીં સંભાળે. મળતી માહિતી અનુસાર, લગભગ છેલ્લા 7 મહીનાથી બાયજૂ આકાશની પાસે કોઈ CEO નથી. દીપક મેહરોત્રા આ પહેલા વર્ષ 2018થી 5 વર્ષ સુધી આશીર્વાદ પાઈપ્સના એમડીનું પદ સંભાળ્યું છે. તેમણે આ પદ સપ્ટેમ્બર 2023માં છોડ્યુ હતું.

આ પણ વાંચો: લાખો-કરોડોનું નુકસાન છતાં કંપનીઓએ BJPને દાન આપ્યું: સંજય સિંહ

નુકસાન ઓછુ થવાની આશા
બાયજૂના આકાશને એપ્રિલ 2021માં ખરીદવામાં આવ્યું હતી. આ એક એક્વિટી અને કૈશ ડીલ હતી. જેમાં 70 ટકા કેશ અને 30 ટકા ઈક્વિટીનો ભાગ હતો. તેના કારણે આકાશના પ્રમોટરો અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ બ્લેકસ્ટોનને બાયજૂની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નના શેર મળ્યા હતા. બ્લેકસ્ટોનની પાસે આકાશનો 12 ટકા ભાગીદારી છે. આ બાદ બાયજૂ પોતાનું નુકસાન ઓછું કરવા માટે સતત આકાશના પૈસાનો ઉપયોગ કર્યો. કંપનીને વ્હાઈટહેટ જુનિયર અને ઓસ્મોના અધિગ્રહણના કારણે ઘણુ નુકસાન ભોગવવું પડ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં બાયજૂ ગ્રૂપના સીએફઓ નિતિન ગોલાનીએ સ્વીકાર્યુ હતું કે આકાશના પૈસાનો ઉપયોગ કરવો એ કોઈ મોટી વાત નથી.

સપ્ટેમ્બરમાં CEO અભિષેક માહેશ્વરીએ છોડ્યુ પદ
સપ્ટેમ્બર 2023માં CEO અભિષેક માહેશ્વરી અને CFO વિપિન જોશીએ પણ શેરધારાકો સાથેના વિવાદના કારણે રાજીનામું આપ્યું હતું. એ બાદ આકાશના નવા સીઈઓની પસંદગી કરવા માટે કમિટિની રચના કરવામાં આવી હતી. આકાશ ચૌધરીની વાપસીને લઈને વાત ન થઈ શકી. નોંધનીય છે કે, બાયજૂ હાલ ઘણા સંકટથી ઘેરાયેલી છે. દીપક મેહરોત્રા પિયરસન ઈમજિંગ માર્કેટ્સ, માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સ, એલીઆક્સિસ ગ્લોબલ, ઈફકો કિસાન અને એયરટેલ મોબિલિટીના મોટા પદ પર રહી ચૂક્યા છે.