September 13, 2024

દાયકાઓ જૂની લુના નવા રંગ-રૂપ સાથે ફરી આવશે માર્કેટમાં…

70-80ના દાયકાની લોકપ્રિય મોપેડ કાઈનેટિક લુના ફરી એકવાર ભારતીય બજારમાં પુનરાગમન કરવા જઈ રહી છે. કાઇનેટિક જે કંપની Luna બનાવે છે તેણે લુનાને ફરીથી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેનું બુકિંગ આજથી એટલે કે 26મી જાન્યુઆરીથી શરૂ થયું છે. હવે લુનામાં ન તો પેટ્રોલ એન્જિન હશે કે ન પેડલ. આ લુના સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોડલ એટલે કે ઇ-લુના વેરિયન્ટ જોવા મળશે. કંપનીની વેબસાઈટ પર 500 રૂપિયામાં શરૂ થવા જઈ રહ્યું છે.
હવે કાઈનેટિક ગ્રીન ઈ-લુના બનાવશે

કાઈનેટિક ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશી ચૂકી છે. હાલમાં તે ઈલેક્ટ્રિક સ્કૂટર સહિત અનેક પ્રકારના ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી રહી છે. ત્યારે લુના ઈલેક્ટ્રિક મોડલમાં આવવા જઈ રહી હોવાથી તેનું નિર્માણ કાઈનેટિક ઈલેક્ટ્રિક દ્વારા કરવામાં આવશે. ઈ-લુના આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થશે.

રેન્જ શું હશે?
હાલમાં કાઇનેટિકે ઇ-લુનાની રેન્જ અને વિશેષતાઓ વિશે સત્તાવાર માહિતી શેર કરી નથી. જો કે, ઘણા અહેવાલો દાવો કરી રહ્યા છે કે ઇલેક્ટ્રિક લુના સંપૂર્ણ ચાર્જ પર 100 કિલોમીટરની રેન્જ આપશે. તેની ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે. લુનામાં LED હેડલાઇટ, ડિજિટલ ડિસ્પ્લે, સેફ્ટી લોક જેવા ફીચર્સ હોવાની અપેક્ષા છે. Lunaને ખાનગી અને કોમર્શિયલ ગ્રાહકો માટે અલગ અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવશે. જાણકારી અનુસાર તેની કિંમત 70,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. જેના પર FAME-2 સબસિડીનો લાભ પણ મળી શકે છે.કંપનીની સ્થિતિ
નીચા વેચાણના કારણે વર્ષ 2000 માં કાઇનેટિક લુનાનું ઉત્પાદન બંધ કર્યું હતું. આ મોપેડ એક સમયે એટલી લોકપ્રિય હતી કે કંપની દરરોજ તેના 2,000 યુનિટ વેચતી હતી. કંપનીએ લુનાના 5 મિલિયન યુનિટ્સ વેચ્યા. તે સમયે તેણે મોપેડ માર્કેટમાં 95% હિસ્સો બનાવ્યો હતો.