December 20, 2024

પાટણ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો, આજે આરોપી 15 વિદ્યાર્થીઓને કોર્ટમાં કરાશે રજૂ

Patan: પાટણમાં વિદ્યાર્થીની રેગિંગની ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે હવે આ ઘટનાને પગલે આજે આરોપી 15 વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાશે. તે પહેલાં ધારપુર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગુનાખોરીને ડામવા પોલીસ એક્શનમાં, મોડી રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

મળતી માહિતી અનુસાર પાટણમાં વિદ્યાર્થીનું રેગિંગ બાદ મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણીયા અનિલ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બેથી ત્રણ કલાક સુધી તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીને સતત બે-ત્રણ કલાક ઉભો રાખવામાં આવ્યો હતો. જે બાદ બેભાન થઈ ગયો હતો અને વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.