December 22, 2024

DC vs SRH: હૈદરાબાદ જીત સાથે પોઈન્ટ ટેબલમાં આટલા નંબરે પહોચ્યું

IPL 2024: ગઈ કાલે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચનું આયોજન અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. હૈદરાબાદની ટીમે આ મેચમાં જીત મેળવી હતી. દિલ્હીની સામે 67 રનથી જીત પ્રાપ્ત કરી હતી. ગઈ કાલની મેચ બાદ હૈદરાબાદની ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. આવો જાણીએ કોણ છે પોઈન્ટ ટેબલમાં આગળ.

રેકોર્ડ કર્યા નામે
IPL 2024ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદની ટીમે જીત મેળવી હતી. દિલ્હીને 67 રનથી હરાવી દીધું હતું. આ મેચ બાદની ટીમને ફાયદો તો થયો પરંતુ આ સાથે દિલ્હી કેપિટલ્સને નુકસાન થયું છે. SRH ટીમ હવે ચોથા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હીની ટીમ 6માં સ્થાન પર હતી. જે હવે 7માં સ્થાન પર પહોંચી ગઈ છે. આ મેચમાં હૈદરાબાદના ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં કોઈ એકની હાર તો થવાની જ હતી, પરંતુ સારી વાત એ છે કે બંને ટીમોએ રેકોર્ડ બનાવ્યા છે.

કેવી રહી મેચ?
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીત્યો હતો. આ સાથે તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. હૈદરાબાદના બેટ્સમેનોએ 20 ઓવરમાં 266 રન બનાવ્યા હતા. આ મેચમાં સૌથી વધારે કોઈનું પ્રદર્શન જોવા મળ્યું હોય તો તે છે સનરાઇઝર્સના બેટ્સમેનોનું. ટીમના આટલા મોટા સ્કોર પાછળ ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આ બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 38 બોલમાં 131 રનની ભાગીદારી કરી હતી. અભિષેક શર્માએ 12 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ સાથે નીતિશ રેડ્ડીએ 37 રન અને સાહબાઝ અહેમદે 59 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: MS Dhoniએ લખનૌનાં એકાના સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો

દિલ્હીની થઈ હાર
મેચના બીજા દાવમાં દિલ્હી કેપિટલ્સની ટીમ રનનો પીછો કરવા ઉતરી હતી. શરૂઆતમાં ખુબ ઝડપી બેટિંગ જોવા મળી હતી. પૃથ્વી શો ખૂબ જ ઝડપથી રન બનાવવા લાગ્યો હતો. તે 5 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વોર્નરે તો માત્ર 1 જ રન બનાવ્યો હતો. જેક ફ્રેઝર મેકગર્કે આ મેચમાં માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આઈપીએલના ઈતિહાસમાં આ ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. મેચ દરમિયાન વચ્ચે લાગ્યું કે દિલ્હીની ટીમ મેચ જીતી જશે. પરંતુ આખરે દિલ્હીની ટીમ 19.1 ઓવરમાં 199 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ અને SRH એ મેચ જીતી લીધી.