DC vs SRH: દિલ્હી માટે KL રાહુલે ડેબ્યૂ કરતાની સાથે જ તેના નામે આ અનિચ્છનીય રેકોર્ડ બન્યો

KL Rahul: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યારે મેચ ચાલી રહી છે. આ મેચમાં દિલ્હીએ તેની ટીમમાં એક ફેરફાર કર્યો છે. જેમાં સમીર રિઝવીની જગ્યાએ કેએલ રાહુલને તક આપવામાં આવી છે. હુલે દિલ્હી તરફથી હૈદરાબાદ સામે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં તેનો સમાવેશ થતાં જ રાહુલના નામે એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે.
આ પણ વાંચો: SRH VS DC: શું અભિષેક શર્માએ પોતાના જ પગમાં કુહાડી મારી? વીડિયો થયો વાયરલ
રાહુલના નામે એક અનિચ્છનીય નોંધાયેલો રેકોર્ડ
રાહુલ જેવો દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો તરત જ તેના નામે એક રેકોર્ડ બની ગયો છે. આ રેકોર્ડ એવો બન્યો કે જેમાં રાહુલ અત્યાર સુધીમાં 4 ટીમમાં રમી ચૂક્યો છે. આ ચારેય ટીમ એવી છે કે જેણે એક વાર પણ IPLની ટ્રોફી જીતી નથી. હૈદરાબાદે 2016 માં IPL ટ્રોફી જીતી હતી. પરંતુ તે સમયે રાહુલ આ ટીમનો ભાગ નહોતો.