રિયાન પરાગે હાંસલ કરી મોટી સિદ્ધિ, આ મામલે અજિંક્ય રહાણેને પાછળ છોડી દીધો

DC vs RR: રિયાન પરાગ IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ખાસ ભાગ બની ગયો છે. રાજસ્થાન માટે વર્ષ 2019માં તેણે ડેબ્યું કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તે એક જ ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યો છે. સંજુ સેમસનની ગેરહાજરીમાં કેટલીક મેચોમાં રાજસ્થાનની કેપ્ટનશીપ કરવાની તક પણ મળી હતી. ગઈ કાલની મેચમાં તેણે દિલ્હી સામેની મેચમાં તેણે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના બેટથી તે કંઈ ખાસ કરી શક્યો ના હતો. પરંતુ તેણે બોલિંગમાં એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.
આ પણ વાંચો: રોહિત શર્માનો દીકરો છે એકદમ તેની કોપી, વીડિયો આવ્યો સામે
IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ કેચ
રિયાન પરાગ: 41
અજિંક્ય રહાણે: 40
જોસ બટલર: 31
યશસ્વી જયસ્વાલ: 25
શિમરોન હેટમાયર: 24
અભિષેક પોરેલનો કેચ પકડીને ઇતિહાસ રચ્યો
અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી સામેની મેચમાં રિયાને ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. , પરાગે રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવી લીધો છે. IPLમાં રાજસ્થાનની ટીમ માટે સૌથી વધારે કેચ પકડનાર ખેલાડી બની ગયો છે. રાજસ્થાન તરફથી રમતી વખતે તેણે 40 કેચ લીધા છે. ટોટલ 106 મેચ રમીને તેમણે આ રેકોર્ડ બનાવ્યો છે.