November 14, 2024

DC vs MI પિચ રિપોર્ટ, જાણો કેવી હશે દિલ્હીની પિચ

IPL 2024: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કાલે મેચ છે. આ મેચનું આયોજન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે દિલ્હીમાં હાલ ભારે ગરમી પડી રહી છે. જાણો DC vs MI પિચ રિપોર્ટ.

આંકડાઓ પર નજર
IPL 2024માં 27 એપ્રિલે ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સનો સામનો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે. અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 34 વખત મેચ રમાઈ છે. જેમાં 15 મેચમાં દિલ્હીની જીત થઈ હતી અને મુંબઈની ટીમની 18 વખત જીત થઈ હતી. દિલ્હીને ઘરઆંગણે મેચમાં હારનો સામનો કરવો ના પડે તે માટે પ્રયત્ન કરશે. મુંબઈ પણ છેલ્લી મેચમાં હારનો સામનો કરીને આવ્યું છે.

કેવું રહેશે હવામાન?
દિલ્હીમાં હાલ ભારે ગરમી જોવા મળી રહી છે. જેના કારણે મેચ રમવી સરળ નથી. એક અંદાજ મુજબ તાપમાન 40 ડિગ્રી સુધી રહી શકે છે. ભારે ગરમીના કારણે ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ મેચનું આયોજન બપોરે 3.30 વાગ્યાથી રમાશે. જોકે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે. વરસાદની કોઈ સંભાવના નથી જેના કારણે ઠંડુ વાતાવરણ પણ થોડું પણ રહેશે નહી.

આ પણ વાંચો: આજે KKR અને PBKS વચ્ચે ખેલાશે જંગ, KKR બીજા સ્થાને પંજાબ નવમા

દિલ્હી પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમના પીચની વાત કરવામાં આવે તો અહીની પીચને ધીમી માનવામાં આવે છે. લાસ્ટ અહિંયા રમાયેલી મેચમાં પણ તેવું જોવા મળ્યું હતું. પિચ એકદમ શુષ્ક છે અને તે સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. ફાસ્ટ બોલરો શરૂઆતમાં જ થોડી અસર બતાવી શકે છે. આ મેચ સાંજે 6.30 થી 7 વાગ્યા સુધીમાં સમાપ્ત થઈ જશે.