આજે DC vs LSGનો આમનો-સામનો, જાણો બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ

DC vs LSG: આજે દિલ્હીની ટીમ અને લખનૌની ટીમ વચ્ચે મેચ રમાશે. આ મેચનું આયોજન ડૉ. વાય.એસ. સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આઈપીએલ 2025ની આ ચોથી મેચ છે. ગત સિઝનમાં નેટ રન રેટના કારણે તેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શક્યું નથી. ત્યારે આવો જાણીએ બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ શું છે.

બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
દિલ્હી અને લખનૌની ટીમની આવતીકાલે મેચ છે, બંને વચ્ચે 5 મેચ રમાઈ છે. જેમાં LSG એ 3 અને દિલ્હીની ટીમે 2 મેચ જીતી છે. IPL 2024 માં બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી મેચમાં દિલ્હીએ લખનૌને છ વિકેટથી હાર્યું હતું. લખનૌ પાસે તે મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની તક હતી. પરંતુ ટીમ તે મેચ 19 રનથી હારી હતી. લખનૌએ તે પહેલા રમાયેલી ત્રણેય મેચ જીતી હતી. રેકોર્ડ જોઈને કહી શકાય કે લખનૌની ટીમની વધારે જીત થઈ છે.

આ પણ વાંચો: GT vs PBKS: ગિલ સામે ઐયરનો પડકાર, જાણો બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ

  • કુલ મેચ: 5
  • દિલ્હી જીત્યું: 2
  • લખનૌ જીત્યું: 3

લખનૌ સુપર જાયન્ટ્સ
ડેવિડ મિલર, મિશેલ માર્શ, આયુષ બદોની, અબ્દુલ સમદ, આકાશ સિંહ (વિકેટકીપર), અર્શીન કુલકર્ણી, રાજવર્ધન હંગરગેકર, દિગ્વેશ સિંહ, યુવરાજ ચૌધરી, રવિ બિશ્નોઈ, એમ સિદ્ધાર્થ, મયંક યાદવ, પંત (કેપ્ટન) (વિકેટકીપર), હિંમત સિંહ, નિકોલસ પૂરન (વિકેટકીપર), એડન માર્કરામ, મેથ્યુ બ્રીટ્ઝકે (વિકેટકીપર), આર્યન જુયાલ (વિકેટકીપર), આકાશ દીપ, અવેશ ખાન, મોહસીન ખાન, શમર જોસેફ, પ્રિન્સ યાદવ.

દિલ્હી કેપિટલ્સ
અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, આશુતોષ શર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર મેકગર્ક, કરુણ નાયર, ટ્રિસ્ટન સ્ટબ્સ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ડોનોવન ફેરેરા (વિકેટકીપર), માધવ તિવારી, મનંત કુમાર, દર્શન નાલકંડે, ત્રિપૂર્ણા વિજય, અજય જાદવ મંડલ, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મિશેલ સ્ટાર્ક, મુકેશ કુમાર, દુષ્મન્તા ચમીરા, ટી નટરાજન.