DC vs GT: શુભમન ગિલે જણાવ્યું ગુજરાત ટાઈટન્સનું હારનું કારણ
IPL 2024: ગઈ કાલની મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમની હાર થઈ હતી. આ મેચમાં છેલ્લે સુધી કોની જીત થશે તે નક્કી કરવું મુશ્કેલ હતું. પરંતુ આખરે ગુજરાતની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. દિલ્હીની ટીમ ખાલી 4 રનથી જીતી ગઈ હતી. કાલની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પણ ઘણો ફેરફાર થયો છે. મેચમાં હાર મળતાની સાથે શુભમન ગિલ ઘણો નિરાશ જોવા મળ્યો હતો. મેચ પુર્ણ થયા બાદ શુભમન ગિલે હારનું કારણ જણાવ્યું હતું કે આખી મેચ દરમિયાન ક્યાં ભૂલ થઈ હતી.
શું કહ્યું શુબમન ગીલે?
શુભમન ગિલે દિલ્હી સામેની મેચ બાદ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ટીમે ખુબ સારી રીતે મેચ રમી હતી અને છેલ્લે હાર મળી તે ખુબ નિરાશાજનક છે. હા દરેક ખેલાડીનું પ્રદર્શન ખુબ સારૂ જોવા મળ્યું છે. મેચમાં મોટો સ્કોર બનાવવામાં ઈમ્પેક્ટ પ્લેયરનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. ગિલે કહ્યું કે દિલ્હી સ્ટેડિયમ એક નાનું મેદાન છે, જ્યારે અમે રનનો પીછો કરવા માટે બહાર આવ્યા ત્યારે અમે આ વિશે વાત પણ કરી હતી.
આ પણ વાંચો: IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ
ભૂલ ક્યાં થઈ?
ગિલે કહ્યું કે એક સમયે તેણે વિચાર્યું હતું કે તે દિલ્હી કેપિટલ્સને 200-210 સુધી કરી શકશે. પીચ લઈને પણ તેમણે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે જો વિકેટમાં કંઈક હોય તો તે સારું છે, પરંતુ આવી પીચો પર, તમારે ખાતરી કરવી પડશે કે તમે તમારી બધી યોજનાઓને સંપૂર્ણ રીતે અમલમાં મુકો છો, પછી તે યોર્કર હોય કે અન્ય કંઈ પણ. મહત્વની વાત એ છે કે ગઈ કાલની મેચ બાદ ગુજરાતની ટીમને પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાન થયું છે.