DC vs CSK: રિષભ પંત સામે BCCIની મોટી કાર્યવાહી
અમદાવાદ: IPL 2024ની 13મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચનું આયોજન વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું હતું. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં દિલ્હીની ટીમ 20 રને જીતી હતી. પરંતુ આ મેચ બાદ BCCIએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
રિષભ પંતને મોટો ઝટકો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને મોટો ઝટકો લાગ્યો છે. ધીમી ઓવર રેટ રાખવા માટે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. રિષભ પંતને સ્લો ઓવર રેટ રાખવાના કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.સ્લો ઓવર રેટના નિયમો અનુસાર હવે ફરી એક વખત ભૂલ થશે તો તેને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પહેલી વખત 12 અને બીજી વખત 24 ફટકારવામાં આવે છે. ત્રીજી વખત આ ભૂલ કરવા પર, કેપ્ટન પર 30 લાખ રૂપિયાની સાથે એક મેચ માટે પ્રતિબંધિત મૂકવામાં આવે છે. ટીમના બાકીના ખેલાડીઓ પર 12-12 લાખ રૂપિયા અથવા તેના 50% દંડ ફટકારવામાં આને છે.
આ પણ વાંચો: ધોનીએ બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો તમામ માહિતી
પોઈન્ટ ટેબલમાં ફેરફાર
અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી. પરંતુ ગઈ કાલની મેચમાં હાર બાદ CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ગઈ કાલની મેચમાં CSKની હારનો સૌથી વધારો કોઈને થયો હોય તો તે છે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને. કારણ કે ગઈ કાલની મેચમાં CSKની હાર થતા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.