May 17, 2024

ક્રિકેટના ઈતિહાસમાં કોઈએ ના કર્યું તે David Warner એ કરી બતાવ્યું

Australia vs West Indies: ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે T20 ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમી હતી. જેમાં 70 રનની ઈનિંગ રમીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં કોઈએ આ રેકોર્ડ બનાવ્યો નથી.

બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની T20 સિરીઝની શરૂઆત થઈ છે. જેમાં બંને ટીમો પ્રથમ મેચ હોબાર્ટના મેદાન રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં સ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા હતા. આ મેચની વાત કરવામાં આવે તો પ્રથમ બેટ્સમેન ડેવિડ વોર્નરે, જેણે તાજેતરમાં જ ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે એવો રેકોર્ડ પણ બનાવ્યો હતો જેમાં આજ દિવસ સુધી કોઈએ ઈતિહાસમાં પ્રાપ્ત કર્યો ના હતો.

77 વખત આ કારનામું
જ્યારે ડેવિડ વોર્નરે T20 ઈન્ટરનેશનલ મેચમાં તેની 37મી અડધી સદી ફટકારી હતી. જેમાં T20 ક્રિકેટમાં આ તેની 100મી અડધી સદી હતી. આ કરનાર તે પહેલો ખેલાડી બન્યો છે. કારણ કે આ પહેલા કોઈએ કર્યું ના હતું. T20 ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદીની ઇનિંગ રમવાનો રેકોર્ડ અત્યાર સુધી તો વિરાટ કોહલીના નામ પર છે. ત્રીજા સ્થાનની વાત કરવામાં આવે તો સૌથી વધુ રન બનાવનાર યુનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ છે. ઓસ્ટ્રેલિયા માટે વોર્નર બાદ આ T20 ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ એરોન ફિન્ચના નામે છે જેણે 77 વખત આ કારનામું કર્યું છે.

માઈલસ્ટોન હાંસલ કર્યો
વોર્નરે ત્રણેય ફોર્મેટમાં તેની 100મી મેચમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તેની કારકિર્દીની 100મી ઈન્ટરનેશનલ ટી20 મેચ હતી. આ મેચમાં અડધી સદી રમીને વોર્નરે એક એવો રેકોર્ડ બનાવ્યો છે. જે કોઈ પણ ખેલાડી માટે સહેલું હોતું નથી. ત્યારે વોર્નર ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેની 100મી મેચમાં 50 પ્લસ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તે વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકા સામેની તેની 100મી ટેસ્ટ મેચમાં 200 રન બનાવવામાં સફળ રહ્યો હતો.