ડેવિડ વોર્નર આ લીગમાં બે વર્ષ સુધી ક્રિકેટ રમશે
David Warner BBL: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટ ખેલાડીઓમાંના એક ગણાતા ડેવિડ વોર્નર હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યા છે. તેણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તે આવતા વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. જોકે તેમના પુનરાગમનના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. આ દરમિયાન ડેવિડ વોર્નર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં BBL એટલે કે બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી સતત બે વર્ષ સુધી રમતા જોવા મળશે.
બે વર્ષનો નવો કરાર કર્યો
ડેવિડ વોર્નરે બિગ બેશ લીગમાં સિડની થંડર સાથે બે વર્ષનો નવો કરાર કર્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે સિડની સિક્સર્સ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. જોકે ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા સિવાય ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે એકવાર આઈપીએલનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. ગઈ સિઝનમાં તે દિલ્હી તરફથી રમ્યો હતો. આ વખતે તે કંઈ ટીમ સાથે જોડાશે તે કહેવુ મુશ્કેલ છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ડિવોર્સ બાદ કરી રહ્યો છે ઇન્જોય, ફોટો વાયરલ
વોર્નર આગામી વર્ષની IPLમાં પણ રમી શકે છે
દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે ડેવિડ વોર્નરનું પ્રદર્શન તે પ્રકારનું રહ્યું નથી જે પ્રકારે અપેક્ષા હતી. આવી સ્થિતિમાં હવે તેને લઈને ચોક્કસ સવાલ થઈ રહ્યો છે કે તે રમશે કે નહીં.જો કે, એ પણ નિશ્ચિત છે કે જો ડેવિડ વોર્નર રિલીઝ થઈને ફરી હરાજીમાં આવશે તો ચોક્કસ ટીમ તેના પર દાવ લગાવશે.