December 22, 2024

પોરબંદરનાં મહાલક્ષ્મી મંદિર ખાતે 51 લાખની ચલણી નોટોના દર્શનનું આયોજન

પોરબંદર: દિવાળીના દિવસે પોરબંદરનાં પૌરાણિક મહાલક્ષ્મી માતાજીના મંદિર ખાતે પૂજા તથા 55 લાખની ચલણી નોટોના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આજે વહેલી સવારે 51 યુગલો દ્વારા માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવશે.

આજે દિવાળી નિમિત્તે પોરબંદર ખાતે આવેલ 196 વર્ષ જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરે વિશેષ ચલણીનો નોટોનાં દર્શનનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે 51 યુગલ દ્વારા પૂજન અર્ચન તથા મહાઆરતી આવતીકાલે વહેલી સવારે કરવામાં આવશે. મહાલક્ષ્મી મંદિર ખાતે આજે 55 લાખની ચલની નોટોનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.1ના સિકકાથી માંડી રૂ.500ની નોટોનો શણગાર કરવામા આવ્યો હતો. આજે સવારના સમયે ચલણી નોટોના શણગારના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આજે ગરૂવારે અને શુક્રવાર એમ બે દિવસ શ્રદ્ધાળુઓ ચલણી નોટોના દર્શન કરી શકશે. આજે અને કાલે એમ બે દિવસ માટે આ દર્શન યોજવામાં આવ્યા છે. તેમજ મંદિર તરફથી સૌભાગ્યવતી બહેનોને માતાજીના પ્રસાદી સ્વરૂપે કંકુની ડબી આપવામાં આવશે. આ દર્શન માં રાખેલ અમુક નોટોમાંથી નૂતન વર્ષે નિયત કરેલા ચાર્જ સાથે શ્રધ્ધાળુઓને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. તે નોટ શ્રધ્ધાળુઓ પોતાની તિજોરીમાં રાખે છે.

આજે દિવાળી પર્વ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓએ લક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલ ચાલી રહેલ દિવાળી પર્વને લઈને પોરબંદરમાં રોશનીથી શણગારવામાં આવ્યું છે. સરકરી કચેરી ઉપરાંત અન્ય શહેરી ગલી અને મુખ્ય શહેરોમાં રોશની જોવા મળી રહી છે.