December 19, 2024

ડાંગ: ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત રમાઈ રહેલી મેચમાં હર્ષ સંઘવીએ આપી હાજરી

ડાંગ: રાજ્યભરના ખેલાડીઓની પ્રતિભાને મંચ આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જ્યારે ડાંગના એક નાનકડા ગામમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત રમાઈ રહેલી એક અદ્દભૂત વોલીબોલ મેચમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. જેને લઇને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે તસવીરો શેર કરી છે. આ પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું કે ડાંગના એક નાનકડા ગામમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત રમાઈ રહેલી એક અદ્દભૂત વોલીબોલ મેચના સાક્ષી બનવાનું થયું.

તેમણે વધુમાં કહ્યું કે, છેક છેવાડાના સમુદાયોના રમતવીરોમાં પણ જોવા મળી રહેલો ઉત્સાહ અને તેમના ખેલ કૌશલ્યનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. આ પ્રસંગ ગુજરાતમાં રમતગમતના સાતત્યપૂર્ણ વિકાસ પર પ્રકાશ પાડે છે. તેમણે ખેલાડીઓ સાથે રહી તેમને પ્રોત્સાહિત કર્યા અને તેમની આગામી મેચ માટે શુભેચ્છાઓ પાઠવી છે.