January 22, 2025

દાહોદમાં 6 વર્ષની વિદ્યાર્થિની હત્યા મામલે આચાર્યની ધરપકડ, મોઢું દબાવી પતાવી દીધી

દાહોદઃ શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના સામે આવી છે. 6 વર્ષની વિદ્યાર્થિનીની આચાર્યએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપી આચાર્ય ગોવિંદ નટને પોલીસે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના સીંગવડની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાય ગયો છે. બાળકીનું મોઢું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની વાત કરીએ તો 19 સપ્ટેમ્બરે રણધિકપુર તાલુકાના પીપળીયા ગામની બાળકી શાળાએ જવા માટે નીકળી હતી. થોડીવારમાં શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતા બાળકીને ગાડીમાં બેસાડી શાળાએ લઈ ગયા હતા.


સ્થાનિકોનો જણાવ્યા મુજબ, બાળકી શાળામાં સવારની પ્રાર્થનાથી લઈને બપોર સુધી શાળામાં હાજર હતી. પરંતુ બાળકોની હાજરી રજિસ્ટરમાં ગેરહાજર જણાવી હતી. આ સમગ્ર ઘટના મામલે હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.