ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો પર્દાફાશ, કન્ટેનરનું છાપરું તોડી 578 પેટી દારૂ જપ્ત કરાયો

Dahod police: ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો પર્દાફાશ થયો છે. દાહોદ પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. દાહોદ પોલીસે દારૂ ઘુસાડવાની અલગ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ, પરિવારના લોકો હજૂ પણ ન્યામ માટે ઝંખી રહ્યા છે
પંજાબથી દારૂ મંગાવ્યો હતો
ટેમ્પોની અંદર જનરેટર જેવી બોડી બનાવી બુટલેગરે દારૂ ગોઠવ્યો હતો. કન્ટેનરનું છાપરું તોડી 578 પેટી દારૂ જપ્ત કરાયો હતો. રાજસ્થાનના બુટલેગરને દારૂ ગુજરાતમાં પહોંચાડવાનો હતો. રાજસ્થાનના બુટલેગરે પંજાબથી દારૂ મંગાવ્યો હતો. ગુજરાતમાં દારૂ પહોંચે તે પહેલા જ દાહોદ પોલીસે દારૂ ઝડપી લીધો છે.