November 5, 2024

દાહોદ: ઝાલોદ પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચોરીના 2 આરોપીને ઝડપી પાડયા

નિલુ ડોડીયા, દાહોદ: ઝાલોદ શહેરના લુહારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ગત તા-14/09/2024ના રાત્રે 1:30 થી 02:00 વાગ્યાની આસપાસ મંદિરમાં કઈ અજુગતુ થતું હોય તેમ લાગ્યું તેવામા મંદિર સામે જ રહેતા નીરૂબેન પોતાના દીકરાની રાહ જોતા હતા. નીરૂબેનનો છોકરો અંબાજી પગપાળા સંઘથી પરત ઝાલોદ આવી રહ્યો હતો. તે દરમિયાન નીરૂબેનને મંદિરનાં તાળા તૂટવાની અવાજ આવતાં તાત્કાલિક મંદિરના પૂજારીની પત્ની ભાવના બેનને સંપર્ક કરી ચોરીની માહિતી આપી હતી. જેને બાદ પૂજારીના પત્ની દ્વારા પૂજારી પરેશ જોશીને જાણ કરતાં તાત્કાલિક તેઓએ આસપાસના લોકોને જાણ કરી હતી. તે દરમિયાન જાગૃત નાગરિકે દિનેશ પંચાલ દ્વારા PSI એમ. એમ. માળીને જાણ કરતાં PSI સહિત 5 પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા.

PSI સ્થળ પર પહોંચે તે પહેલાં આરોપીઓ સ્થાનિકો પર પથ્થરમારો કરી મંદિરના પાછળના ભાગેથી જંગલ વિસ્તારમાં ભાગી ગયેલ હતા. ત્યારે PSI માળી દ્વારા તાત્કાલિક ઘટનાનો તાગ મેળવી અને સાહસ સાથે 5 કર્મચારીઓ 6 ફુટ ઉંચા ઘાસના જંગલમાં ઘૂંટણસમા પાણીમાં PSI સહિત પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરતા 1 આરોપીને પકડી પાડયો. તેમજ અન્ય આરોપી જેઓ જંગલ વિસ્તારમાં જતા રહેતા તાત્કાલિક PI એચ સી રાઠવા અને DYSP ડી આર પટેલને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધું તપાસ હાથ ધરી હતી.

DYSP ડી. આર. પટેલ દ્વારા SP રાજદીપસિંહ ઝાલાને હકીકતની જાણ કરતા SP દ્વારા તાત્કાલિક દાહોદ મુકામેથી નાઇટ વિઝન ડ્રોન મોકલાવી તપાસ હાથ ધરવામાં આવી. ઝાલોદ પોલીસે નાઈટ વિઝન ડ્રોન કેમેરાની મદદથી ચોરને પકડવા સર્વેલન્સ હાથ ધરવામા આવ્યુ. તેવામા ઝાલોદ પોલીસને જંગલ વિસ્તારમા એક શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેની ઉપર ધ્યાન કરવામાં આવ્યું હતું. પોલીસને તે ચોર હોવાનું જણાતા પોલીસે ડ્રોન કેમેરાથી નજર કરતા ચોરને પોલીસે ઝડપી પાડયો હતો. ચોરની તપાસ કરતા તે ચોર મધ્યપ્રદેશના ધાર જીલ્લા કુક્ષી ગામના શંભુસીંહ તેમજ ફુલસીંગને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી ઠાકુર ફુલસીંહ રોતાલા કર્ણાટકના 70 જેટલી ઘરફોડ ચોરીઓમાં સામેલ છે તેમજ કર્ણાટક ખાતે પકડાયેલ અને આઠ વર્ષ જેલ મા રહી ચુકેલ છે. પોલીસે બન્ને આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં અને 23/09/2024 સુધીના રીમાન્ડ કોર્ટે દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. તેમજ અન્ય 2 ફરાર ચોરોને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ઝાલોદ પોલીસની કામગીરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાહોદ એસ.પી રાજદીપસિંહ ઝાલા અને ઝાલોદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં.