December 22, 2024

દાહોદમાં વન વિભાગના અધિકારીની આત્મહત્યા, રિવોલ્વર વડે માથામાં ગોળી મારી

દાહોદઃ છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દાહોદમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. દાહોદમાં એક સરકારી અધિકારીએ આપઘાત કર્યો છે.

દાહોદ વન વિભાગના અધિકારીએ આપઘાત કર્યો છે. પોતાની ખાનગી રિવોલ્વર વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે, નાયબ વન સંરક્ષક આરએમ પરમારે આપઘાત કર્યો છે. વહેલી સવારે બેડરૂમમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.