દાહોદના નકલી NA કેસ મામલે 24 આરોપી વિરુદ્ધ 2600 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ

નીલું ડોડિયાર, દાહોદ: દાહોદના નકલી NA કેસ મામલે 24 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી. પોલીસે 24 આરોપીઓ સામે 2600 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. NA પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદોમાં કુલ 9000થી વધુ પાનાની જમ્બો ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ છે.
નકલી NA પ્રકરણમાં 94 આરોપી સામે 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 24માંથી માત્ર બે આરોપીઓને જામીન મળ્યાં છે. 94 આરોપીઓમાંથી 20 લોકોના અવસાન થયા છે. નકલી NA પ્રકરણ મામલે હાલ પણ પોલીસ તપાસ ચાલુ છે.