December 17, 2024

કંડલામાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ ગેરકાયદેસર મકાનો પર ચાલ્યું દાદાનું બુલડોઝર

કંડલા: મુખ્યમંત્રી દ્વારા વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ ગેરકાયદેસર મકાનો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. કંડલામાં 100 એકર થી વધુ જમીન પર બુલડોઝર ફેરવીને ક્લિયર કરવામાં આવી રહી છે. આ પહેલાં પણ આ જગ્યા પર ગેરકાયદે ઝૂંપડપટ્ટી અને રાતોરાત બનેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.