January 23, 2025

‘દાના’ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

Cyclone Dana: વાવાઝોડું ‘દાના’ની લેન્ડફોલની ભારે અસર જોવા મળી રહી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે ઘણા વિસ્તારમાં વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલા પડી રહ્યા છે. મકાનોને પણ નુકસાની થઈ રહી છે. વૃક્ષો પડી જવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. વાવાઝોડાની અસર ઓછી થશે એ પછી ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે.

રસ્તાઓ બ્લોક થઈ ગયા
ઓડિશા ફાયર સર્વિસના એક અધિકારીએ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અમારી બે ટીમ કાર્ય કરી રહી છે. કેટલું નુકસાન થયું છે તેને વિશે હજૂ કોઈ માહિતી આવી નથી. વાવઝોડાની અસર ઓછી થશે પછી તેના વિશે માહિતી મળશે. વાવાઝોડું ‘દાના’ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ખુબ વરસાદ પડી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ વિશે માહિતી પણ આપી છે.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

ચીજવસ્તુઓ આપવામાં આવી રહી છે
વાવાઝોડું લેન્ડફોલ કર્યા પછી હવે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ગતિ અને દિશા પર સતત નજર રાખી રહ્યું છે. 6 લાખ લોકોને ખતરનાક સ્થળોએથી સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં ખોરાક, પાણી, દવા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવી રહી છે.