November 28, 2024

Cyclone Fengalને લઈ ભારે વરસાદની ચેતવણી, આ વિસ્તારમાં શાળાઓ બંધ

Cyclone Fengal: બંગાળની ખાડી ઉપર ઉંડા દબાણને કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તોફાનની ચેતવણી જારી કરી છે. આ ફેંગલ વાવાઝોડાની અસર તમિલનાડુના કેટલાક ભાગોમાં દેખાઈ રહી છે, જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારે પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી શાળાઓને બંધ કરવાની જાહેરાત કરી છે.

28મી નવેમ્બરે વાવાઝોડાની અસર
ફેંગલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 28 અને 29 નવેમ્બરે શ્રીલંકાના દરિયાકાંઠાને ઘેરી લીધા બાદ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે. જે સ્થળોએ ભારે વરસાદ થશે તેમાં ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ સહિત તમિલનાડુના શહેરોના નામ સામેલ છે.

બગડતા હવામાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 28 નવેમ્બરે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, પુડુકોટ્ટાઈ, શિવગંગાઈ અને અરિયાલુરમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ સાવધાન રહેવા અને જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે. હવામાન વિભાગનું કહેવું છે કે બને તેટલું ઘરમાં રહો અને જરૂર વગર ઘરની બહાર ન નીકળો.

આ પણ વાંચો: દિલ્હીના આ 10 વિસ્તારમાં હવાની ગુણવત્તામાં સુધારો, 300થી નીચે રહ્યો AQI