January 5, 2025

વાવાઝોડું ‘દાના’ ક્યાં પહોંચ્યું? આ એપથી જાણી શકો છો લાઈવ

Cyclone Dana: બંગાળની ખાડીમાં લો પ્રેશર હોવાના કારણે વાવાઝોડું આવવાની પુરી સંભાવનાઓ છે. આ વાવાઝોડાનું નામ હવામાન વિભાગે ‘દાના’ નામ આપ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજૂબાજૂના વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે અમે તમને આજે માહિતી આપીશું કે વાવાઝોડા ‘દાના’ ને લાઈવ કઈ એપથી જોઈ શકો છો.

The Weather Channel
આ એપને 100 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ્સ કરી છે. ગૂગલ પ્લે સ્ટોર પર 4.7 સ્ટાર રેટિંગ આપ્યું છે. આ એપની મદદથી તમે વાવઝોડાને લાઈવ જોઈ શકો છો.

Windy.app
આ એપ 5 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ્સ કરી છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પર 4.8 સ્ટાર રેટિંગ મળ્યું છે. ઉપરાંત, 2 લાખથી વધુ વપરાશકર્તાઓએ આ એપ્લિકેશન માટે સમીક્ષાઓ આપી છે.

Zoom Earth
આ એપ 1 લાખથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.7 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ એપની મદદથી તમે વાવઝોડાને લાઈવ જોઈ શકો છો.

windy.com
તમે આ એપ અને વેબસાઈટ દ્વારા રિયલ ટાઈમમાં વાવઝોડાને તમે ટ્રેક કરી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી 10 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપને પ્લે સ્ટોર પર 4.5 સ્ટાર રેટિંગ મળ્યું છે.

આ પણ વાંચો: ‘X’માં આવ્યું ફરી નવું અપડેટ, બ્લોક થશો તો પણ આ ફાયદો

Windfinder
આ એપને 4.7 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ એપની મદદથી તમે રિયલ ટાઈમમાં ચક્રવાતનું લોકેશન ટ્રેક કરી શકો છો.