સરકારે 80 લાખ સિમ કર્યા બ્લોક, AI ટૂલ્સનો કરાયો ઉપયોગ
Cyber Crime: સરકારે ફરી મોટી કાર્યવાહી કરી છે. લાખોની સંખ્યામાં નંબર બ્લોક કરી દીધા છે. આ વિશે માહિતી દૂરસંચાર આપી હતી. સરકારે 80 લાખ સિમ કાર્ડને બંધ કરી દીધા છે. AI ટૂલ્સનો ઉપયોગ કરીને આ નકલી સિમ કાર્ડ્સને બ્લોક કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Jio Recharge Plan: 300 રૂપિયાની અંદર થઈ જશે આ ત્રણ રિચાર્જ પ્લાન
साइबर अपराध में शामिल 6.78 लाख connections समाप्त pic.twitter.com/VTF2SHukXe
— DoT India (@DoT_India) December 15, 2024
80 લાખ સિમ કાર્ડ બંધ
સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે 80 લાખ સિમ કાર્ડ બંધ કરી દીધા છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા 6.78 લાખ મોબાઈલ નંબર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સત્તાવાર એક્સ હેન્ડલ થકી આ માહિતી આપી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 જાહેર કર્યો છે. જેમાં ફરિયાદ આવી હતી તે પ્રમાણે આ કાર્યવાહી કરાઈ છે. સરકારે ઘણા આંતરરાષ્ટ્રીય વોટ્સએપ નંબર પણ બ્લોક કર્યા છે.