જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, વિમાન સેવા ઠપ; ટિકિટનું વેચાણ બંધ

Japan: જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. એરલાઈન્સને તેની અસર થઈ છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં પણ સમસ્યા છે. જાપાન એરલાઇન્સ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

જાપાન એરલાઈન્સે ટ્વીટ કર્યું, “અમારા આંતરિક અને બાહ્ય નેટવર્ક ઉપકરણો પર આજે સવારે 7.24 વાગ્યાથી સાયબર એટેક કરવામાં આવ્યો છે.” જેના કારણે અમારી સિસ્ટમ સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર અસર પડી રહી છે. સાયબર હુમલાના કારણે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમે સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: દિલ્હીમાં ભરશિયાળે વરસાદની આગાહી… ગાઢ ધુમ્મસ સાથે આપ્યું યલો એલર્ટ

ઓલ નિપ્પોન એરવેઝ (ANA) પછી જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન છે. આ પહેલીવાર નથી કે જાપાનમાં સાયબર હુમલો થયો હોય. આવું પહેલા પણ બન્યું છે. આ વર્ષે જૂનમાં લોકપ્રિય જાપાનીઝ વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ નિકોનિકો પર સાયબર એટેક થયો હતો. સાયબર હુમલાને કારણે તેને તેની સેવાઓ સ્થગિત કરવી પડી હતી. 2022 માં, એક સાયબર હુમલાએ ટોયોટા સપ્લાયરની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે આખો દિવસ ઘરેલું પ્લાન્ટનું ઉત્પાદન બંધ રહ્યું હતું.