CSK vs RCB વચ્ચે આવતીકાલે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

CSK vs RCB Pitch Report: ચેપોક મેદાન પર આવતીકાલે CSK vs RCB વચ્ચે મુકાબલો થવાનો છે. RCBએ પહેલી જ મેચમાં KKRને હાર આપી હતી. CSKએ પણ પહેલી મેચમાં મુંબઈની ટીમને હાર આપી હતી. આ બંને ટીમ એવી છે કે જે પહેલી જ મેચમાં જીતની આવતીકાલે મુકાબલો કરશે. આવો જાણીએ કે CSK vs RCB પિચ રિપોર્ટ વિશે.
આ પણ વાંચો: IPLની વચ્ચે ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર, BCCI ઉચ્ચ સ્તરીય કરશે બેઠક
ચેપોકમાં કોણ રાજ કરશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે આવતીકાલે મુકાબલો થવાનો છે. આ મેદાનમાં IPL 2025 એક મેચ રમાઈ હતી. આ મેચમાં કંઈ ખાસ સ્કોર રહ્યો ના હતો. IPL 2025 ની પહેલી મેચ લો સ્કોરિંગ રહી હતી. ચેપોકની પિચ સ્પિન બોલરોને ઘણી મદદ પૂરી પાડે છે. નૂર અહેમદે આ જ મેદાન પર મુંબઈ સામે ચાર વિકેટ લીધી તો મુંબઈની ટીમમાં વિગ્નેશ પુથુરે પણ ત્રણ વિકેટ લીધી હતી. જેનો મતલબ એ થયો કે CSK અને RCB વચ્ચેની મેચમાં પણ ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળી શકે છે. ચેપોક ગ્રાઉન્ડ અત્યાર સુધીમાં કુલ 86 IPL મેચ રમાઈ છે. જેમાં 49 કેસમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીત પ્રાપ્ત કરી છે. ચેપોકમાં ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય વધુ ફાયદાકારક રહ્યો છે.