CSK આ સિઝનમાં પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?

IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનું અત્યાર સુધીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ જોવા મળ્યું છે. ટીમે અત્યાર સુધીમાં 8 મેચમાંથી 2 મેચ જીતી છે. ગઈકાલની મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈની ટીમ સામે 9 વિકેટ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તમામ મેચમાં ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે ટીમ અહીંથી પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે. ટોચની 4 માં પહોંચવા માટે ચેન્નાઈની ટીમે શું કરવું પડશે?

આ પણ વાંચો: PBKSને હરાવ્યા પછી વિરાટનું રિએક્શન વાયરલ, ગુસ્સે ભરાયો પંજાબનો કેપ્ટન

CSK પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હાલમાં IPL 2025 પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર છે. ટીમ 8 મેચમાંથી ઓનલી 2 મેચમાં જીતી છે. 6 મેચ એવી હતી કે જેમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અહીંથી ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં તેવું નથી. એમએસ ધોનીની ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. ચેન્નાઈની ટીમ અહીંથી સીએસકે મહત્તમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. હવે બાકી રહેલી તમામ મેચ ચેન્નાઈની ટીમે જીતવી પડશે. જોકે અત્યાર સુધીના પ્રદર્શનને જોઈને એવું લાગી રહ્યું કે ધોનીની ટીમ માટે આ કાર્ય સરળ નહીં હોય. જો અહિંયાથી એક પણ મેચ ચેન્નાઈની ટીમ હારે છે તો પ્લેઓફનો રસ્તો બંધ થઈ શકે છે.