December 26, 2024

લાખો વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબરી, આવી ગયું છે દમદાર ફીચર

WhatsApp માટે ઘણા નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. છેલ્લા 6 મહિનામાં ઘણા બધા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. WhatsApp તેના કરોડો વપરાશકર્તાઓ માટે સતત નવા ફીચર લાવી રહ્યું છે. ફરી એક વખત વોટ્સએપ તેના વપરાશકર્તાઓ માટે નવું ફીચસ લઈને આવ્યું છે. આવો જાણીએ આ ફીચસ કયું છે અને કેવી રીતે કરશે કામ.

બદલાશે તમારો અનુભવ
WhatsApp તેના યુઝર્સ માટે ફરી એક વખત ફીચર લઈને આવ્યું છે. જેમાં વોટ્સએપ દ્વારા ઓડિયો અને વીડિયો કોલિંગના અનુભવને બદલવામાં આવશે. યૂઝર્સને ટૂંક સમયમાં WhatsAppમાં ઇન-એપ ડાયલર મળી શકે છે. જે આવતાની સાથે યૂઝર્સ નંબર સેવ કર્યા વગર ઑડિયો કે વીડિયો કૉલિંગ કરી શકશે. અત્યારે એવું છે કે તમારે કોઈપણ નંબર પર ઓડિયો અથવા વિડિયો કૉલ કરવા માટે નંબર સેવ કરવો પડે છે.

આ પણ વાંચો: Airtel 9 Plan: એરટેલે લોન્ચ કર્યો 9 રૂપિયાનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

ઝંઝટનો આવશે અંત
WhatsAppનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.13.17માં આપી દેવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે. જોકે આ ફીચરને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે . WABetaInfo એ આ ફીચરનો સ્ક્રીનશોટ હેન્ડલ સાથે શેર કર્યો છે. WABetaInfo જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે ઇન-એપ ડાયલરનો ફોટો જોઈ શકાય છે.