October 25, 2024

દિવાળીમાં બનાવો મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ક્રિસ્પી ચકરી

Chakari Recipe: દિવાળીના તહેવાર ઉપર આપણે અલગ અલગ પ્રકારની મિઠાઈ અને ફરસાણ બનાવતા હોઈએ છીએ. ત્યારે આ દિવાળી ઉપર અમે તમારા માટે મહારાષ્ટ્રની ચકરી વિશે માહિતી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કેવી રીતે બનાવશો.

મહારાષ્ટ્રની ચકરી બનાવવાની સામગ્રી:

  • ચોખા – અડધો કિલો,
  • 250 ગ્રામ ચણાની દાળ
  • 150 ગ્રામ મગની દાળ
  • 150 ગ્રામ અડદની દાળ
  • 2 ચમચી જીરું પાવડર
  • 2 ચમચી ધાણા પાવડર
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • ચકરી બનાવવાનું મશીન

આ પણ વાંચો: લિમિટેડ બજેટમાં કરવા હોય ડેસ્ટિનેશન વેડિંગ તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

ચકરી બનાવવાની રીત

  • ચકરી બનાવવા માટે પહેલા મગની દાળ અને ચોખા, અડદની દાળ અને ચણાની દાળને પલાળી લેવાની રહેશે. આ બધું સવારે તડકામાં સૂકવી દેવાનું રહેશે. સારી રીતે સુકાઈ જાય પછી તમારે તેને શેકી લેવાની રહેશે. આ પછી ઠડું પડી જાઈ તો મિક્સર ગ્રાઇન્ડરમાં બરછટ પીસી લેવાનું રહેશે.
  • હવે એક વાસણમાં બરછટ પીસેલું મિશ્રણ તમારે લેવાનું રહેશે. તેમાં તમારે જીરું, ધાણાજીરું, લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું રહેશે. હવે લોટમાં થોડું-થોડું પાણી ઉમેરો અને લોટ બાંધી લો. આ પછી તમારે ચકરી તૈયાર કરી દેવાની રહેશે.
  • ગેસ પર હવે એક મોટો તવો મૂકો. તેમાં તમારે તેલ ઉમેરવાનું રહેશે. તેલને સારું ગરમ કરી દો. હવે તમારે ચકરી સારી રીતે ગરમ તેલમાં તળી લો. તૈયાર છે તમારી ચકરી