February 23, 2025

થરાદ પોલીસ દારૂની હેરાફેરી કરતી હોવાનો ખોટો વીડિયો બનાવતાં નોંધાઈ ફરિયાદ

Banaskantha News: સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવાનોમાં ખૂબ વધી રહ્યો છે. ત્યારે થરાદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરે ઈન્સ્ટાગ્રામ યુઝર વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ahirani_jinal_007 નામની ઈન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા વ્યક્તિએ અને તેના સાગરીતોએ ખોટો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં પોલીસ અધિકારીઓના યુનિફોર્મવાળા ફોટા સાથે ખોટી માહિતી હતી.

આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સાથે રમાશે આ ટુર્નામેન્ટ, સચિન તેંડુલકરની આગેવાની હેઠળ ભારતીય ટીમ જાહેર

ખોટા ગુનામાં ફસાવ્યો હોવાનું
વીડિયો પોસ્ટ કરીને તેમાં લખવામાં આવ્યું કે, થરાદ પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરોને મદદ મળી રહી છે. આ પછી બીજો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો જેમાં પીએસઆઈ સી.પી.ચૌધરીએ એક નાગરિકને ખોટા ગુનામાં ફસાવ્યો હોવાનું કહેવામાં આવ્યો હતો. આ તમામ વીડિયો ખોટી હકીકતો પર આધારિત અને છબી ખરડવા માટે કાવતરું રચાયું છે. ફરિયાદી દ્વારા આઈડી ધારક અને તેના સાગરીતો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ C.P. ચૌધરીએ નોધાવી ફરિયાદ નોંધાવી છે.