January 27, 2025

કોલ્ડપ્લે કોન્સર્ટમાં ‘નો ફ્લાય ઝોન’માં પરવાનગી વગર ઉડતા ડ્રોન ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોલ્ડપ્લે કોન્સર્ટમાં ‘નો ફ્લાય ઝોન’માં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ઉડતા ડ્રોન અને તેના ઓપરેટરોને પકડી પાડ્યા છે. પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ રહી છે. કુલ 2 ડ્રોન જોવા મળ્યા હતા. જેને રિવરફ્રન્ટ પરથી ખાનગી વ્યક્તિઓ દ્વારા ઉડ્ડયન કર્યા હતા.