January 15, 2025

ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મામલો, વોન્ટેડ રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કડી છે. ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડમાં રાજ શ્રી કોઠારી વોન્ટેડ હતી. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી રાજશ્રીની ધરપકડ કરી. જોકે, રાજશ્રી કોઠારીની કોર્ટે આગોતર જમીન નામજૂર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હાલ રાજશ્રીની પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ સંજય પટોડીયા પણ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આગોતરા જામીન માંગી ચૂક્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની કહ્યા વગર એન્જીયોગ્રાફી કરી હતી. જે બાદ 2 લોકોના મોત થયા હતા. જેને લઈને પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ત્યારબાદ હવે ખ્યાતિ હોસ્પિટલને લઈને રોજ નવા ખુલાસા થી રહ્યા છે.

આ પણ વાંચો: જેલમાંથી બહાર આવતા જ અલ્લુ અર્જુને આપી પ્રતિક્રિયા, કહ્યું- ‘તે બિલકુલ ઠીક છે’