November 5, 2024

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી, MLA રીવાબા જાડેજાએ શેર કરી તસવીર

Ravindra Jadeja joins BJP: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવા સભ્ય તરીકેની તસવીરો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. X હેન્ડલ પરની પોસ્ટમાં રીવાબાએ ભાજપ સભ્યપદ કાર્ડ સાથે પોતાની અને તેના પતિની તસવીરો પણ શેર કરી છે. નોંધનીય છે કે, 35 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની ઐતિહાસિક T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

જાડેજા હવે નવી ઈનિંગ શરૂ
જાડેજાના પત્ની રીવાબા જાડેજા પહેલેથી જ ભાજપમાં છે. તે ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજા રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. જો કે ભાજપમાં તેમની ભૂમિકા શું હશે તે હજુ સ્પષ્ટ નથી.

રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા
રીવાબા 2019 માં ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને 2022માં જામનગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે AAPના ઉમેદવાર કરશનભાઈ કરમુરને હરાવીને આ બેઠક જીતી હતી. રિવન્દ્ર જાડેજા તેની પત્નીના ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યા હતા.