December 26, 2024

Credit Card Rule Changes In July: ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત આ થયા ફેરફારો

Credit Card Rule Changes In July: દર મહિનાની જેમ જુલાઈ 2024નો મહિનામાં પણ ઘણા ફેરફાર થયા છે. આજથી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી બિલની ચુકવણી અંગેના નિયમોમાં ફેરફાર થયા છે. આવો જાણીએ શું થયો છે ક્રેડિટ કાર્ડ સંબંધિત ફેરફાર.

બિલિંગ કરવાનું રહેશે
જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો? તો અમે તમારા માટા ક્રેડિટ કાર્ડ સંબધિત માહિતી લઈને આવ્યા છીએ. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો 1 જુલાઈ, 2024થી આજથી લાગુ થવા જઈ રહ્યા છે. એક મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી બિલની ચુકવણી સાથે છે. રિપોર્ટ અનુસાર, RBIના નવા નિયમ અનુસાર, 1 જુલાઈથી એટલે કે આજથી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવી જોઈએ. આ બાદ વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલિંગ કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આ નવા ફેરફારો સાથે હજૂ પણ ઘણી બેંક છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Rule Change: EPFOના લાખો સભ્યો માટે ખુશખબર, પેન્શનને લઈને બદલાયો નિયમ

BBPS શું છે?
અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ BBPS એટલે શું. તમને જણાવી દઈએ કે આ બિલ પેમેન્ટની એક સંકલિત સિસ્ટમ છે. જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. ભારત બિલ પે એ એક ઇન્ટરફેસ છે જે ફોનપે, ક્રેડ સહિતના અન્ય ફિનટેક પ્લેટફોર્મ પર જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી અલગ- અલગ પ્રકારના પ્લેટફોર્મ પરથી કરવાના બદલે તમે એક પ્લેટફોર્મ પરથી કરી શકશો.